• Call Us9925233900
  • Login
-->

સ્પોકન ઈંગ્લીશ

વર્ગ વ્યવહાર તથા સામાન્ય વાતચીતમાં સ્પોકન ઈંગ્લીશની તાલીમ

લાઈબ્રેરી & કોમ્પ્યુટર લેબ

વિશાળ કોમ્પ્યુટર લેબ તથા પ્રાયોગિક શિક્ષણ અને વિશાળ પુસ્તક સંગ્રહ ધરાવતી લાઈબ્રેરી

ક્વોલીફાઈડ શિક્ષકો

સરકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે નિયત કરેલ લાયકાત ધરાવતા તજજ્ઞ શિક્ષકોની ટીમ

શ્રી સૌરભ પ્રાથમિક શાળા-બામણવાડા

શ્રી સૌરભ પ્રાથમિક શાળા તા.૧૩-૦૫-૧૯૯૮ માં શરૂઆત કરવામાં આવેલ જે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામમાં આવેલી છે. શાળામાં ધોરણ - ૧ થી ધોરણ - ૮ સુધી છોકરા તથા છોકરીઓ બન્નેને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે અને શાળા શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા છે જેના પ્રમુખ શ્રી કાનાભાઇ નારણભાઇ રામ છે. જે પોતે ધોરણ-૬ ભણેલા હોય તેથી તેમને પોતાના ગામનો કોઇ વ્યક્તિ પાછળ ન રહિ જાય તે હેતુથી સમાજસેવાની સાથે શિક્ષણની જ્યોત જગાવી ૧૯૮૩ માં શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સ્થાપીને માધ્યમિક શાળા શરૂ કરી ત્યારબાદ ૧૯૯૮ માં શ્રી સૌરભ પ્રાથમિક શાળાની સ્થાપના કરી જેનું સંચાલન ૧૬-૧૨-૧૯૯૯ થી જેનું શિક્ષણમાં આગવું નામ છે એવા શ્રી વેજાભાઈ પિઠિયાના માર્ગદર્શન નીચે ચાલે છે. જેનું સંચાલન શ્રી દક્ષાબેન વેજાભાઈ પિઠિયા કરે છે. ત્યારબાદ એમ.કે.રામ બક્ષિપંચ કુમાર છાત્રાલય તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલુ કરી પુરૂ શૈક્ષણિક સંકુલ ધમધમતું કર્યું.
 
 
 
          


 

આ સંસ્થાનો હેતુ નહિવત ફીમાં બામણવાડા તથા આજુબાજુના ગામના લોકોમાં શિક્ષણ ઊચું આવે, તંદુરસ્ત હરિફાઈથી ગુણવત્તાયુક્ત અને મુલ્યલક્ષી શિક્ષણ મળી રહે તે છે. આ સૌરભ સ્કૂલ માથી ભણેલા આજે કેટલાયે લોકો દેશની સેવા કરી રહ્યા છે. કોઇ દેશના સિમાડા સાચવે છે તો કોઇ દાક્તર બની દેશની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે તો કોઇ શિક્ષણમાં જઈ ભારતનું ભવિષ્ય ઘડે છે તો ઘણા વહીવટી તંત્ર સાથે જોડાઇને દેશની નીતીઓમાં સહકાર આપી રહ્યા છે તો વળી કોઇ વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા છે. આજે ૨૨ વર્ષ પહેલા જે હેતુ લઈને શાળા શરૂ કરેલી તે ખરેખર સિદ્ધ કરેલ છે.

શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ :

  • સામાન્ય તથા બૌધિકજ્ઞાન
  • GKIQ 
  • ISO
  • ઇકો ક્લબ
  • યોગ શિક્ષણ 
  • આનંદમેળો
  • હિન્દી વર્ધા કેન્દ્ર
  • સંસ્કૃત બૃહદ કેન્દ્ર 
  • કોમ્પ્યુટર નોલેજ કેન્દ્ર 
  • ગણિત-વિજ્ઞાન ક્લબ
  • રાષ્ટ્રીય ઉત્સવો 
  • સાંસ્કૃતિક ઉત્સવ
  • રાજ્ય કક્ષાની ડ્રોઇંગ ગ્રેડ પરીક્ષા 
  • કેરિયર કોર્નર    બુલેટીન બોર્ડ 
  • જવાહર નવોદય 
  • પ્રવાસ પર્યટન
  • પ્રાર્થના સભા 
  • રમત-ગમત

આમ અનેકવિધ પ્રવૃતિઓથી શાળામાં જ્ઞાનની ગંગોત્રી વહે છે.

 

Vejabhai Pithiya       વેેેેેજાભાઈ પિઠિયા

     કેમ્પસ ડાયરેક્ટરશ્રી

       શ્રી સૌરભ પ્રાથમિક શાળા

kanabhai naranbhai ram       કાનાભાઈ એન. રામ

     પ્રમુખશ્રી

       શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ